Thursday, December 5News That Matters

દાદરા નગર હવેલીમાં IRBN ના કોન્સ્ટેબલનું ફરજ દરમ્યાન મોત

સેલવાસ :- મૂળ લક્ષદ્વિપના અને વર્ષ 2000થી દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતા ઇન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાન કાસીમને ફરજ દરમ્યાન હાર્ટએટેક આવ્યો હતો. જેનું શુક્રવારે સારવાર દરમ્યાન નિધન થતા પોલીસ બેડામાં અને IRBN બટાલિયનમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
વર્ષ 2000થી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ઇન્ડિયન રિઝર્વ બટાલિયન ફોર્સમાં કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતા કાસીમનું શુક્રવારે નિધન થતા દાદરા નગર હવેલી પોલીસ અને IRBN ના ડેપ્યુટી કમાન્ડર સહિત જવાનોએ સલામી સાથે ગાર્ડ ઓફ ઓનર આપી મૃતદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો.
IRBN ના કોન્સ્ટેબલ કાસીમ ગુરુવારે રાત્રીના સમયે ફરજ પર હાજર હતો. ત્યારે અચાનક જ છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જે દરમ્યાન તેને તાત્કાલિક સેલવાસની વિનોબાભાવે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો. હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી હતી. તે દરમ્યાન તેનું નિધન થયું હતું. 


કોન્સ્ટેબલ કાસીમ મૂળ લક્ષદ્વિપનો હતો. 2000ના વર્ષથી તે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ફરજ બજાવતો હતો. તેના નિધનના સમાચાર મળતા જ પોલીસબેડામાં અને IRBN કેમ્પમાં શોકનું મોજું પ્રસર્યું હતું. કાસીમના નિધન બાદ શુક્રવારના સાંજે તેના નશ્વર દેહને પોલીસ જવાનો અને IRBN ના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સલામી આપવામાં આવી હતી. 

કાસીમના મૃતદેહને માનભરી વિદાય આપવા સેલવાસ SDPO મનસ્વી જૈન, IRBN ડેપ્યુટી કમાન્ડર આર.એ.સીંગ સહિત તમામ સ્ટાફ ઉપસ્થીત રહ્યો હતો. તમામે કોન્સ્ટેબલ કાસીમના મૃતદેહ પર તિરંગારૂપી સલામી સાથે ફુલહાર અર્પણ કરી નશ્વરદેહને અંતિમવિધિ માટે રવાના કર્યો હતો.

2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *