વાપીમાં કેસરિયા હિન્દૂ વાહીની દ્વારા અંબામાતા મંદિરે સંગીતમય રામકથાનું ભવ્ય આયોજન
વાપીમાં કેસરિયા હિન્દુવાહિની સંગઠન દ્વારા સંગીતમય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. વાપીમાં આવેલ અંબા માતા મંદિર ખાતે આ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જે 16 મી ફેબ્રુઆરીથી 24મી ફેબ્રુઆરી દરમિયાન યોજાશે. સંગીતમય રામકથામાં આચાર્ય વિનોદ મહારાજ શ્રોતાઓને કથાનું રસપાન કરાવશે. જેવો અયોધ્યા ધામ થી આ રામ કથાનું રસપાન કરાવવા ખાસ ઉપસ્થિત રહેશે.
16મી ફેબ્રુઆરીએ શરૂ થનારા રામકથા ના પ્રથમ દિવસે 7:30 વાગ્યે કળશ સ્થાપન કરાશે. દરરોજ બપોરના ત્રણ વાગ્યાથી રાત્રિના આઠ વાગ્યા સુધી કથાનું રસપાન કરવામાં આવશે. આ કથા શ્રવણ માટે વાપીની ધર્મપ્રિય જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે તેવી અપીલ સંસ્થાના આગેવાનોએ કરી હતી.
કથાના આયોજનને લઈ જિલ્લા અધ્યક્ષ વિનોદ તિવારી, મહાસચિવ અજીત પાંડે, જિલ્લા ઉપાધ્યક્ષ સંતોષ વેનવંશી, શાનેશ તિવારી, સતીશકુમાર સરોજ, શનિ સિંહ દ્વારા તૈયારીઓ આટોપવામાં આવી રહી છે. આ કાર્યક્રમ...