
વાપીમાં દેશ વિદેશના 400 સર્જન્સની ઉપસ્થિતિમાં 2 દિવસીય લાઈવ સર્જરી સાથે ગ્લોબલ સર્જન્સ સમીટનો પ્રારંભ
વાપીમાં 10 અને 11 જૂન બે દિવસ માટે વાપી સર્જન્સ એસોસિએશન અને એસોસિએશન ઓફ મિનિમલ એકસેસ સર્જન્સ ઓફ ઇન્ડિયા (AMASI) દ્વારા મેરિલ ઇન્ડો-સર્જરી ના સહયોગમાં ગ્લોબલ સર્જન્સ સમીટ 2022નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશ વિદેશના 400 સર્જન્સ ની ઉપસ્થિતિમાં હર્નિયા, બેરિયાટ્રિક, કોલો-રેકટલ સર્જરીની લાઈવ સર્જરી સાથે નિષ્ણાંત તબીબોએ અન્ય તબીબોને ન્યુઅર ટ્રિક્સ અને ટ્રિક્સ શીખવાડી હતી.
આ 2 દિવસીય ગ્લોબલ સર્જન્સ સમીટ 2022 અંગે વાપી સર્જન્સ એસોસિએશનના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન ડૉ. રાજેશ શ્રીવાસ્તવએ જણાવ્યું હતું કે, પ્રથમ દિવસે વાપી નજીક બલિઠા સ્થિત વાઇબ્રન્ટ હોસ્પિટલ માં 3 ઓપરેશન થિએટરમાં દેશના જાણીતા અને રિલાયન્સ ફાઉન્ડેશનમાં બેરિયાટ્રિક સર્જરીના નિષ્ણાંત ડૉ. મુફઝલ લાકડાવાલા, પોલેન્ડના હર્નિયા સર્જન્સ ડૉ. મેસીઝ સ્મિએટેનસ્કી અને તેમની ટીમ દ્વારા અલગ અલગ દર્દીઓના હર્નિયા અને બેરિયાટ્રિક સર્જરીના ઓપ...