
ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે વાપીના છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીનની ભેટ……!
થોડા વર્ષ પહેલા ચલા PHC ને આવી જ શબઘર (mortuary) કોલ્ડ રૂમની ભેટ મળી હતી. જે હવે મેઇન્ટેનન્સ અભાવે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે....!
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત, શનિવારે ઇન્ડસ્ટ્રીઅલ એસ્ટેટ ચેરીટેબલ ટ્રસ્ટ (શ્રી અંબા માતા મંદીર વાપી) તરફથી વાપીમાં આવેલ છીરી PHC ને ટીબીની તપાસ માટે True NAAT મશીન આપવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે, વાપીમાં ચલા PHC ખાતે થોડા વર્ષ પહેલાં આવી જ એક પહેલ મૃતદેહોને સાચવવા શબઘર (mortuary) કોલ્ડ રૂમ આપી કરી હતી. આ ભેટ પણ ધારાસભ્ય કનુભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવી હતી. જો કે તે બાદ તેના મેઇન્ટેનન્સ માં હોસ્પિટલ સત્તાવાળાઓએ અને નગરપાલિકા વાપીના સત્તાધીશો, અધિકારીઓએ હાથ ઉપાડી લેતા હવે તે મૃતદેહોની દુર્ગંધ ફેલાવે છે. જો કે આ અસહ્ય દુર્ગંધથી અને કોલ્ડરૂમમાં...