વલસાડ જિલ્લાના ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને કરશે પ્રદુષિત?
વલસાડ જિલ્લામાં ભિલાડ ખાતે કાર્યરત GHCL કંપની દ્વારા આગામી દિવસોમાં કરોડો રૂપિયાના ખર્ચે ગ્રીનફિલ્ડ કેમિકલ કોમ્પ્લેક્સ આધારિત 3000 TPDની ક્ષમતાનો લાઇટ સોડા એશ પ્લાન્ટ, 1500 TPDની ક્ષમતાનો ડેન્સ સોડા એશ, 600 TPD ક્ષમતાનો સોડિયમ બાયકાર્બોનેટ સાથે ધન ઇંધણ આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ કો-જનરેશન પાવર પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. આ પ્લાન્ટ માટે આગામી 6 એપ્રિલ 2022ના રોજ કચ્છના માંડવી તાલુકાના બાડા ગામે જન સુનાવણી યોજાવાની છે. જો કે વલસાડ જિલ્લામાં ભિલાડની નદીઓના પાણીને કેમિકલયુક્ત બનાવનાર GHCL હવે કચ્છના દરિયા કાંઠાને પ્રદુષિત કરશે તેવી ભીતિ પર્યાવર્ણવિદો સેવી રહ્યા છે.
આ અંગે મળતી વિગતો મુજબ GHCL લિમિટેડ કંપની એ હાલની પ્રતિષ્ઠિત સોડા એશ ઉત્પાદન કરતી કેમિકલ કંપની છે જે 1983 માં કાર્યરત થયા બાદ સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે એકઝો ડ્રાય લાઇમિંગ ટેકનોલોજી પર આધારિત ભારતનો પ્રથમ સંક...