વાપીમાં આવેલ L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી ટોળકીના 1 ની SOG એ ધરપકડ કરી, 2 મહિલા ફરાર
વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદિપસિંહ ઝાલાની સુચના અને પોલીસ ઈન્સ્પેકટર જે.એન.ગોસ્વામી SOG વલસાડ(કેમ્પ-વાપી)ના માર્ગદર્શન હેઠળ S.O.G શાખાના પો.સ.ઇ. એન.સી.સગર તથા સ્ટાફે વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં રેડ કરી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ અન્ય 2 મહિલાઓ સાથે મળી L&T ફાઇનાન્સમાંથી લોન અપાવવા ખોટા ડોકયુમેન્ટ બનાવી ખરા તરીકે ઉપયોગ કરતી હતી. અને લોકોને લોન અપાવતી હતી.
આ અંગે SOG એ આપેલ વિગતો મુજબ વાપી ઇમરાનગર મસ્જીદ સામે, ગોદાલનગર અનમોલ ટાવરના ત્રીજા માળે શોપ નં. 218 માં આવેલ એલ એન્ડ ટી ફાયનાન્સની ઓફીસમાં કસ્ટમરોને જરૂરીયાત મુજબ લોન પુરી પાડે છે. જેમાં વાપી છરવાડા સનસીટીમાં રહેતી પુજા અશોકકુમાર બિશ્નોઇ તથા પારડી ભેંસલાપાડામાં રહેતી રૂબીના કમરૂદ્દીન શેખ નામની સ્ત્રીઓ લોન ઇચ્છુક કસ્ટમરોના ચુંટણીકા...