
હૈદરાબાદ-રાજસ્થાન વચ્ચે ચાલતા ગાંજા ના નેટવર્કનો પર્દાફાશ, વલસાડ રૂરલ પોલીસે 20.96 લાખના 178 કિલો ગાંજા સાથે 1ની ધરપકડ કરી
વલસાડ રૂરલ પોલીસની ટીમે મુંબઈ સુરત તરફના હાઇવે ઉપરથી 20,96,800ની કિંમતનો 178.180 કિલોગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ જથ્થો લઈને RJ-30-CA-7070 નંબરની કારમાં 2 ઈસમો હૈદરાબાદ થી રાજસ્થાન તરફ જતા હતાં. રૂરલ પોલીસે હાઇવે ઉપર ટ્રાફિક જામ કરી નાકા બાંધી કરી કારને અટકાવી ગાંજાના જથ્થા સાથે કારમાં સવાર એક ઇસમને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક ઇસમ ફરાર થઇ ગયો હતો. જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલાએ વિગતો આપી હતી કે, તેમની સૂચના મુજબ વલસાડ રૂરલ પોલીસ ઇન્સ્પેકટર એસ.એસ.પવાર પોલીસ સ્ટાફ સાથે મિલકત સંબંધી તથા પ્રોહીબિશન ગુનાઓ અટકાવવા પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન નેશનલ હાઇવે નંબર 48 પર પારનેરા, ચણવઇ ઓવર બ્રીજના છેડે મુંબઇ તરફથી સફેદ કલરની કાર નંબર RJ30-CA-7070 આવતા કારને રોકવા ઇશારો કર્યો હતો. જો કે, કાર ચાલક કનૈયાલાલ ઉર્ફે કાના જગદિશચન્દ્ર જાટ (ચૌધરી)એ કાર...