ગણેશ વિસર્જન યાત્રા : પૂંઢચ્યા વર્ષી લવકરિયાના ગગનભેદી નાદ સાથે શ્રીજીને અપાઇ ભાવભીની વિદાય, તો, મુસ્લિમ સમાજે ઝુલુસના આયોજન સાથે કરી ઈદ-એ-મિલાદ પર્વની ઉજવણી
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ, દાદરા નગર હવેલી અને વલસાડ જિલ્લામાં હિન્દૂ સમાજે ઉમળકાભેર ગણેશ વિસર્જનની યાત્રામાં જોડાઈ દમણગંગા નદી કિનારે, દરિયા કિનારે અશ્રુભીની આંખે શ્રીજીને વિદાય આપી હતી. તો, આજના અનંત ચૌદશના દિવસે જ મુસ્લિમોનું પર્વ ઈદ એ મિલાદ હોય, વાપીમાં કોમી એખલાસ સાથે મુસ્લિમ સમાજે ધાર્મિક નિશાન અને પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈ શહેરના માર્ગો પર ફરેલા ઝુલુસમાં જોડાઇ ઈદ પર્વની ઉજવણી કરી હતી.
સમગ્ર વલસાડ જિલ્લામાં અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણમાં ગણેશ મહોત્સવના અંતિમ દિને બાપ્પાને ભાવભીની વિદાઇ આપી હતી. ગણપતિ વિસર્જનના અંતિમ દિવસે ગણેશ પંડાલો, સોસાયટીઓમાં સ્થાપિત ગણેશ પ્રતિમાઓની વિવિધ સાજશણગાર સાથે શહેરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા નિકળી હતી. ગણપતિ બાપા મોરિયા પૂંઢચ્યા વર્ષી લવકર્યા, એક દો તિન ચાર ગણપતિનો જય જયકાર, જેવા ગગનભેદી નારા તેમજ ડીજેના તાલે નિકળેલી શોભાયાત્રા દમણગંગા નદી, કો...