Sunday, December 22News That Matters

Tag: Ganesh Mahotsav Vapi News The 37th Ganesh Festival was formally inaugurated by Hariom Mitra Mandal at Kocharva Vapi

વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

વાપીના કોચરવામાં હરિઓમ મિત્ર મંડળ દ્વારા 37માં ગણેશ મહોત્સવનું વિધિવત કરાયું સ્થાપન

Gujarat, National
વલસાડ જિલ્લામાં દર વર્ષે ગણેશ મહોત્સવ દરમ્યાન ગણેશ ભક્તો દ્વારા સોસાયટી, મહોલ્લામા, સાર્વજનિક સ્થળો પર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ મહોત્સવનું ધામધૂમ પૂર્વકનું આયોજન કરે છે. ત્યારે વાપી તાલુકાના કોચરવા ગામે 37 વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પૂજાવિધિ સાથે 5 દિવસની સ્થાપનાનો આરંભ કરવામાં આવ્યો છે.કોચરવા ખાતે પરિવાર સાથે રહેતા ધીરુભાઈ પટેલની ગણપતિ પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને ભક્તિ છે. ધાર્મિક સ્વભાવના ધીરુભાઈ પટેલ હરિઓમ મિત્ર મંડળના નેજા હેઠળ છેલ્લા 37 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 5 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરી ભક્તિભાવ પૂર્વક વિસર્જન કરે છે. 5 દિવસના આ ગણેશ મહોત્સવનું તમામ આયોજન સ્વખર્ચે કરે છે. 5 દિવસ સુધી બાપ્પા ની આરાધના સાથે દરરોજ સાંજે ભજન આરતી, ચોથા દિવસે મહાપ્રસાદ અને 5માં દિવસે વિસર્જન કરે છે.હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયો...