‘Gujarat Governance Model’ અન્યત્ર પણ અનુસરવા માટે ઘણાં શ્રેષ્ઠ વ્યવહારો પ્રદાન કરે છેઃ ડૉ. જિતેન્દ્ર સિંહ
ગુજરાતનાં પાટનગર ગાંધીનગરમાં ગુડ ગવર્નન્સ પર રાષ્ટ્રીય પરિષદમાં બોલતા કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે અવલોકન કર્યું હતું કે "ગુજરાત ગવર્નન્સ મોડેલ" ઘણી શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદાન કરે છે. જેનો સફળતાપૂર્વક અન્યત્ર પણ ઉપયોગ કરી શકાય છે. મંત્રીએ યાદ અપાવ્યું કે કેન્દ્રીય સ્તરે સફળતાપૂર્વક અમલમાં મુકવામાં આવેલી ઘણી શાસન નવીનતાઓ સૌપ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં રજૂ કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાંથી ઉપસ્થિત નીતિ નિર્માતાઓ, વરિષ્ઠ અમલદારો અને શાસન નિષ્ણાતોને સંબોધતા ડૉ. જિતેન્દ્ર સિંહે છેલ્લા દાયકામાં શાસનમાં થયેલા પરિવર્તનની પ્રશંસા કરી હતી . તેમજ આ પરિવર્તન રાતોરાત થયું ન હોવાનું અને રાષ્ટ્રીય સ્તરે રજૂ કરાયેલા ઘણા સુધારાઓનું સૌ પ્રથમ ગુજરાતમાં પરીક્ષણ અને પરિપૂર્ણતા કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
ડો. જિતેન્દ્ર સિંહે પ્રધાનમંત્રી મોદ...