
ઉમરગામ તાલુકામાં આંગણવાડીના બાળકોનું ભવિષ્ય આંગણામાં, બાળકોને ઓટલા પર વૃક્ષ નીચે બેસાડવામાં આવે છે
વલસાડ જિલ્લાના મરગામ તાલુકાના અનેક ગામોમાં 50થી વધુ આંગણવાડી કેન્દ્રના મકાનો જમીન નહીં હોવાના કારણે બન્યા નથી. બાળકો વૃક્ષ નીચે કે હંગામી વ્યવસ્થામાં ભણી રહ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકામાં કુલ 409 થી વધુ આંગણવાડી આવેલી છે. જે પૈકી અનેક આંગણવાડી કેન્દ્રનું મકાન જર્જરીત સ્થિતિમાં છે. તો કેટલીક આંગણવાડીના મકાન મંજૂર થયેલ હોવા છતાં જમીનની સમસ્યાને તથા અન્ય સામાન્ય કારણોસર બન્યા નથી
તાલુકામાં વર્ષોથી 50 થી વધુ આંગણવાડી કેન્દ્રો વૃક્ષ નીચે કે અન્ય હંગામી વ્યવસ્થા હેઠળ ચલાવવામાં આવી રહ્યા છે. અનેક આંગણવાડીના મકાન માટે ગ્રાન્ટ મંજૂર થવા છતાં જમીન ટાઇટલ અથવા સ્થાનિક કક્ષાએ સામાન્ય બાબતો સ્થાનિક ધારાસભ્ય સહિત રાજકીય નેતાઓ અને તંત્ર રસ નહીં દાખવતા આંગણવાડીના નિર્દોષ બાળકો દૈનિય પરિસ્થિતિમાં ભણી રહ્યા છે.
આંગણવાડી કેન્દ્રના મકાનના અભાવે આંગણવાડી કાર્યકર બહેનોને બાળકોને ભણાવવા માટ...