
ભિલાડ-સરીગામ યુવાનો દ્વારા ‘એક શામ શહીદો કે નામ’ કાર્યક્રમમાં એકત્ર કરેલું ફંડ શહીદ જવાનોના પરિવારોને અર્પિત કર્યું
ગત 15મી ઓગસ્ટ 2022ના વલસાડ જિલ્લાના ભિલાડ ખાતે યુવા સંગઠન ભિલાડ-સરીગામ દ્વારા એક શામ શહીદો કે નામ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહીદ જવાનોના પરિવારોને મદદરૂપ થવાના ઉદેશયથી આયોજિત આ કાર્યક્રમમાં દાતાઓ પાસેથી ફંડ એકત્ર કરવામાં આવ્યું હતું. જે તમામ રકમ 8મી જાન્યુઆરીએ વાંસદા ખાતે આયોજિત માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલનમાં ઉપસ્થિત રહી 10 શહીદ જવાનોની વિધવાઓને સુપ્રત કરી આર્થિક મદદ પુરી પાડી હતી. વાંસદામાં શ્રદ્ધા મંદિર ખાતે માજી અર્ધ સૈનિક બલના સ્નેહમિલન પ્રસંગે જ આ રકમ શહીદ જવાનોના પરિવારને સુપ્રત કરતા તમામે યુવા સંગઠનનો આભાર વ્યક્ત કર્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં પત્રકારત્વક્ષેત્રે કાર્યરત ભિલાડના પ્રકાશ ઉપાધ્યાય,સરીગામના અમિત રાજપૂત, વાપીના મેરૂ ગઢવી દ્વારા 8મી જાન્યુઆરીએ વાંસદાના કાવડેજ ખાતે આવેલ શ્રદ્ધા મંદિરે માજી અર્ધ સૈનિક બળના જવાનોને મળી શહીદ જવાનોન...