વાપીમાં તુલીપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આયોજિત ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પમાં દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું
વાપીમાં સંવેદના ગ્રુપ ઓફ હોસ્પિટલ્સની ડુંગરી ફળિયા સ્થિત તુલિપ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ દ્વારા ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. દર્દીઓએ વિવિધ બીમારીનું નિઃશુલ્ક નિદાન કરાવ્યું હતું. જો કે આ વિસ્તારમાં સ્લમ એરિયા હોય ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, બ્લડ સુગર જેવી બીમારીઓના દર્દીઓ વધુ જોવા મળ્યા હતાં.
ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પના આયોજન પાછળના ઉદેશ્ય અંગે સંવેદના હોસ્પિટલના ફિઝિશયન ડૉ. શોભા એન્ડીએ જણાવ્યું હતું કે આજની બદલાતી લાઈફ સ્ટાઇલ, ખાનપાનને કારણે અનેક બીમારીઓ ઉદભવી રહી છે. ત્યારે Prevention is better than cure કહેવત મુજબ કોઈપણ બીમારીનું જો પહેલાથી જ નિદાન કરવામાં આવે તો તેનો વહેલી તકે ઈલાજ કરી તેને આગળ વધતી અટકાવી શકાય છે.
એટલે ગત 19મી જૂન રવિવારના વાપી વૈશાલી ચાર રસ્તા સ્થિત સિટી હોસ્પિટલ ખાતે ફ્રી હેલ્થ ચેક-અપ કેમ્પ...