
વાપીની જનસેવા હોસ્પિટલમાં 15મી માર્ચ સુધી થશે બ્રેસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન, હુબર ગ્રુપે આપી મેમોગ્રાફી મશીનની ભેટ
વલસાડ જિલ્લાની મહિલાઓ બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરી વહેલી સારવાર મેળવી શકે તે માટે હુબર ગ્રુપ દ્વારા વાપીની જનસેવા હોસ્પિટલને અદ્યતન મેમોગ્રાફી મશીનની ભેટ આપી છે. જેનું જનસેવા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, હુબર ગ્રુપના મેનેજીંગ ડિરેકટર, વલસાડ જિલ્લા આરોગ્ય અધિકારી સહિત જનસેવા હોસ્પિટલ ના તબીબો, સ્ટાફની ઉપસ્થિતિમાં મેમોગ્રાફી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં 1 માર્ચ થી 15 માર્ચ સુધી નિઃશુલ્ક નિદાન કરી આપવામાં આવશે.
વાપીમાં શ્રેયસ મેડીકેર સંચાલિત એમ. એન. મહેતા જનસેવા હોસ્પિટલમાં મમોગ્રાફી વિભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વાપીની જાણીતી કંપની હુબર ગ્રુપ દ્વારા આ હોસ્પિટલને મેમોગ્રાફી મશીનની ભેટ આપવામાં આવી છે. આ મશીન મહિલાઓને થતા બ્રેસ્ટ કેન્સરનું નિદાન કરવા અતિ ઉપયોગી છે. આ અંગે જનસેવા હોસ્પિટલના ટ્રસ્ટી નિમેશ વશીએ જણાવ્યું હતું કે, મેમોગ્રાફી મશીન બેસ્ટ કેન્સરના નિદાન માટે વહ...