દમણમાં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ EDના દરોડા
દમણ અને વલસાડ જિલ્લામાં ED ના દરોડાથી ખળભળાટ મચ્યો છે. દમણ જિલ્લા પંચાયત ના માજી પ્રમુખ સુરેશ ઉર્ફે સુખા પટેલના ઘરે દમણમાં EDએ દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. તો, સુરેશ પટેલના સાળા કેતન પટેલ ના પારડી તાલુકાના ડુંગરી ગામે આવેલ ઘરે પણ ED ના અધિકારીઓએ દરોડો પાડ્યો છે.
દમણ જિલ્લા પંચાયતના માજી પ્રમુખ અને હાલમાં હત્યાના ગુન્હામાં જેલવાસ ભોગવી રહેલા સુરેશ પટેલ ના ઘરે ભીમપોરમાં સવાર થી EDની ટીમે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરેશ ઉર્ફે સુખા પટેલ ગુજરાત માં પ્રોહીબિશન ના ગુનામાં વોન્ટેડ છે. સુખા પટેલ ના ઘરે ED ના સર્ચ ઓપરેશન માં શંકાસ્પદ દસ્તાવેજો પણ મળ્યા હોવાની વાત બહાર આવી છે. જો કે સત્તાવાર વિગતો જાહેર કરાઈ નથી.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં ED ની ટીમે દરોડો પાડ્યો છે. Enforcement Directorate ની ટીમ દ્વારા હજુ સુધી તેની પુષ્ટિ અપાઈ નથી. પરંતુ સૂત્રો તરફથી મળતી વિગતો મુજબ મૂળ દમણ...