
વલસાડના મુસ્લિમ ટૂર ઓર્ગેનાઇઝર દ્વારા સતત 15માં વર્ષે ઓછા ભાડામાં યાત્રાળુઓને બાબા અમરનાથના દર્શને લઈ જવાયા…!
વલસાડના ગુલઝાર ટ્રાવેલ્સ દ્વારા સતત 15માં વર્ષે બાબા અમરનાથ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુસ્લિમ ઓપરેટર દર વર્ષે ઓછા ભાડામાં આ યાત્રા કરાવે છે. બુધવારે વલસાડથી પ્રસ્થાન થયેલી યાત્રામાં 48 ભોળાના ભક્તો જોડાયા હતાં. જેઓનું સ્વાગત કરી શુભ યાત્રાના અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં. હિન્દૂ મુસ્લિમ એકતાના પ્રતીક સમી આ યાત્રાનું હર હર મહાદેવના નાદ સાથે ઉપસ્થિત હિંદુ મુસ્લિમ સમાજના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યું હતું.
વલસાડના મુસ્લિમ ટુર ઓર્ગેનાઝર અને બસ માલીક દ્રારા છેલ્લા 14 વર્ષથી યાત્રાળુઓને ઓછા ભાડામાં બાબા અમરનાથના દર્શન કરાવવા લઈ જાય છે. પોતાની લકઝરી બસમાં ભક્તોને લઈ અમરનાથની યાત્રા સાથે વૈષ્ણદેવી તેમજ હરિદ્વાર ની પવિત્ર યાત્રા નો લાભ અપાવે છે. મુસ્લિમ બસ ચાલક તમામ ભોળાનાથના ભક્તોને બાબાના દર્શન કરાવી હિન્દુ-મુસ્લિમ ભાઈચારાનું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે.
આ મુસ્લિમ ટુર ઓપરેટર...