વલસાડના ફૂડ સેફટી ઓફિસરને 60 હજારની લાંચ લેવી મોંઘી પડી, ACB એ 2ને દબોચી લીધા
વલસાડ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ માં ફરજ બજાવતા અધિકારીએ બેકરી પ્રોડકટસના મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ પેટે એક ફરિયાદી પાસે 60 હજારની લાંચ માંગી હતી. જે બાબતે ફરિયાદીએ ACB ને જાણ કરતા ટ્રેપિંગ અધિકારી બી. ડી. રાઠવાની ટીમે એક પુરુષ અધિકારી અને એક મહિલા અધિકારી મળી બને લાંચીયા અધિકારીઓને પૈસા લેતી વખતે દબોચી લીધા હતાં.
આ અંગે વલસાડ ACB એ વિગતો આપી હતી. કે, વલસાડમાં ફુડ & ડ્રગ્સ કંટ્રોલ એડમીસ્ટેશન વિભાગમાં વર્ગ - 2માં ફરજ બજાવતા સિનિયર સેફટી ઓફિસ દિવ્યાંગ કુમાર બાલકૃષ્ણભાઇ બારોટ અને ફુઉડ સેફટી ઓફિસર વર્ગ 3માં ફરજ બજાવતા જ્યોતિબેન કિશોરભાઇ છનાભાઇ ભાદરકાએ ફરીયાદીની ફેકટરીમાં બેકરી પ્રોડકટસના મેન્યુફેકચરીગ માટેના લાઈસન્સ બાબતે ફેકટરીમાં હેરાનગતિ નહીં કરવા બાબતે વાર્ષિક હપ્તા પેટે 50 હજારની તથા ડુંગરી ખાતે આવેલ ફરીયાદીના સાળાની બેકરીના વાર્ષિક હપ્તા પેટે રૂપીયા 10 હજારન...