
રાજકોટની ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં ગેમિંગ ઝોન અને આનંદ મેળામાં તપાસ હાથ ધરાઈ
રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર સયાજી હોટલ પાસે આવેલા TRP મોલના ગેમિંગ ઝોનમાં આકસ્મિક આગ લાગવાની દુઃખદ ઘટનામાં બાળકો સહિત કુલ 33 લોકોના કરૂણ મૃત્યુ નિપજતા સમગ્ર રાજ્યમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. રાજકોટની આ ઘટનાને પગલે વલસાડ જિલ્લામાં પણ ગેમિંગ ઝોન અને આનંદ મેળામાં તપાસ હાથ ધરાઈ હતી.
આ પ્રકારની ગંભીર ઘટનાઓ અટકાવી શકાય તે હેતુથી ગૃહ વિભાગ દ્વારા મળેલી સૂચનાને ધ્યાને લઇ વલસાડ જિલ્લામાં પણ જિલ્લા મેજિસ્ટ્રેટ -વ- જિલ્લા કલેકટર આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટના અધ્યક્ષપદે કમિટી બનાવી સંબધિત વિભાગના અધિકારીઓની ટીમે જિલ્લામાં કાર્યરત ગેમિંગ ઝોન અને આનંદ મેળાઓમાં ઇન્સ્પેકશનની કામગીરી હાથ ધરી હતી.
સંબંધિત તકનિકી વિભાગના અધિકારીઓ દ્વારા રાઈડ્સ કમિટી સાથે જિલ્લામાં ચાલી રહેલા મેળા અને ગેમિંગ ઝોનમાં ફાયર સેફટી મેઝર્સ, બિલ્ડીંગ કોડ્સ, ઇલેક્ટ્રિક રેગ્યુલેશન્સ અને SOP સંબંધિત જોગવાઈઓ મુ...