વાપીમાં સલ્ફરના ગોડાઉનમાં આગ ની ઘટના બાદ DISH દ્વારા પ્રોહીબીટરી ઓર્ડર અપાયો તો, GPCB એ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીએ સુપ્રત કર્યો, હાલ ઉત્પાદન પ્રક્રિયા પર રોક લગાવી
વાપી GIDC માં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ નામની કંપનીમાં 25મી જુલાઈના સાંજે સલ્ફરના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. જેને કારણે આસપાસના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તેમજ આંખોમાં બળતરા થવાની ફરિયાદ ઉઠી હતી. જેના પર કાબુ મેળવવા 10થી વધુ ફાયર ફાઈટરોએ મોડી રાત સુધી પાણી અને ફોમનો મારો ચલાવ્યો હતો. જો કે સલ્ફરના ગોડાઉનમાં બનેલી ઘટના બાદ DISHના ફેકટરી ઇન્સ્પેકટર દ્વારા પ્રોહીબીટરી ઓર્ડર અપાયો છે તો, GPCB એ રિપોર્ટ તૈયાર કરી વડી કચેરીએ સુપ્રત કર્યો છે. અને રિપોર્ટ ના આવે ત્યાં સુધી ઉત્પાદન પ્રક્રિયા પર રોક લગાવી છે.
વાપી GIDC ના 3rd ફેઈઝ વિસ્તારમાં આવેલ ધ સ્ટાન્ડર્ડ કેમિકલ પ્રાઇવેટ લીમીટેડ કંપનીમાં સોમવારે સલ્ફર ના ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લોકોને શ્વાસ લેવામાં અને આખોમાં બળતરા થતા આસપાસના વિસ્તારમાં અફરાતફરી સર્જાઈ હતી. જે ગંભીર મામલાને ધ્યાને રાખી Directorate of Industrial Safety &...