નાનાપોંઢા-કપરાડા-નાસિકના NH-848 ની બિસ્માર હાલતનું ઠીકરું સાંસદ ના નામે…! ધારાસભ્યની કોઈ જવાબદારી કેમ નહિ?
વલસાડ જીલ્લામાં કપરાડા વિધાનસભા વિસ્તાર જિલ્લાનો સૌથી મોટો વિસ્તાર છે. સૌથી વધુ ગામ, સૌથી વધુ મતદારો, અને સૌથી વધુ ક્વોરી ધરાવતો વિસ્તાર પણ કપરાડા છે. જિલ્લાના અન્ય માર્ગો, રેલવે લાઇન માટે સૌથી વધુ કોન્ક્રીટ આ વિસ્તારમાંથી જ પુરી પાડવામાં આવે છે. તેમ છતાં આ વિસ્તારમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 848 જાનમાલનું નુકસાન કરાવતો બિસ્માર માર્ગ છે. જેની મરામત કરવાની સ્થાનિક લોકોની માંગ બાદ આ રસ્તાને લઈ હવે રાજનીતિ શરૂ થઈ છે.
હાલમાં આ બિસ્માર માર્ગની વહેલી તકે મરામત થાય, વિકાસના બૂમ બરાડા પાડતા સ્થાનિક ધારાસભ્ય, સાંસદ ના પેટનું પાણી હલે તેવા ઉદેશથી એક બેનર લગાવવામાં આવ્યું છે. બેનર કોઈ અજ્ઞાત વ્યક્તિએ લગાવ્યું છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, આ રસ્તો નેશનલ હાઇવે 848 છે. જેની સંપૂર્ણ જવાબદારી વલસાડના સાંસદ સભ્ય ડૉ. કે. સી. પટેલની છે. જો કે આ બેનરને લઈ ફરી એક વાર સ્થાનિક લોકોમાં પ્રશ્ન જાગ્યો છે. કે, જ...