દમણમાં માછીમારોએ સોનાની ખીલી અને નારિયેળ પધરાવી નવી સિઝન પહેલા તૈયાર કરેલા નવા વહાણોની વાસ્તુવિધિ સાથે પ્રાણપ્રતિષ્ઠા કરી
દમણ અને ગુજરાતમાં રહેતો માછીમાર સમુદાય તેની સાહસિક માછીમારી માટે તો વિશ્વવિખ્યાત છે જ પરંતુ તેની સાથે આ સમાજ તેની વર્ષો જૂની સાંસ્કૃતિક અને ધાર્મિક પરંપરાનું પણ પુરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પાલન કરવા માટેની આગવી ઓળખ ધરાવે છે, આ માછીમારોની આજીવિકા કહો કે તેનો ભગવાન કહો તે બધું જ તેનું વહાણ અને ધરતીની ચારે તરફ ફેલાયેલો સમુદ્ર જ છે,
આ સમુદ્ર અને વહાણમાં માછી સમાજની આજ સુધીની બધી સંસ્કૃતિ અને પરંપરા સમાઈ જાય છે, ભારતીય સંસ્કૃતિમાં જયારે પણ આપણે કોઈ નવું ઘર ખરીદીએ અથવા કોઈ નવા મંદિરનું નિર્માણ કરીએ ત્યારે તેનું વાસ્તુ પૂજન અને પ્રાણ પ્રતિષ્ઠા અવશ્ય કરવામાં આવે છે, પરંતુ ઘણા લોકોને સાંભળીને નવાઈ લાગશે કે ભારતનો દરિયા કાંઠે રહેતો કોઈ પણ માછીમાર જયારે નવું વહાણ કે નવી બોટ લાવે અથવા બનાવે ત્યારે તેની પણ પુરા વિધિ વિધાન સાથે વાસ્તુ પૂજન અને પ્રાણપ્રતિષ્ઠા કરે છે,
ચોમાસાની સ...