Friday, October 18News That Matters

Tag: First bridge over Par river ready for bullet train project work on Damanganga river under progress

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનો પાર નદી પરનો પ્રથમ પુલ તૈયાર, દમણગંગા નદી પર કામ પુરજોશમાં

બુલેટ ટ્રેન પ્રોજેકટ માટેનો પાર નદી પરનો પ્રથમ પુલ તૈયાર, દમણગંગા નદી પર કામ પુરજોશમાં

Gujarat, National
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનના પ્રોજેકટ અંતર્ગત MAHSR કોરિડોર પર આવતી 24 નદીઓ પૈકીની વલસાડ જિલ્લાની પાર નદી પરનો પ્રથમ પુલ તૈયાર કરી લેવામાં આવ્યો છે. 7 પીલ્લર પર તૈયાર કરેલ આ પુલ 320 મીટર ની લંબાઈનો છે. તો, એ જ રીતે વાપી નજીકની દમણગંગા નદીમાં 8 પીલ્લર તૈયાર થઈ ચૂક્યા છે. આગામી દિવસમાં દમણગંગા નદી પર પર પુલ તૈયાર કરી લેવામાં આવશે. NHSRCL દ્વારા ચાલી રહેલા મુંબઈ અમદાવાદ વચ્ચેના હાઈ સ્પીડ રેલ પ્રોજેકટ હેઠળ હાલમાં થયેલી કામગીરી અંગે વિગતો આપવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે, MAHSR કોરિડોર પર કુલ 24 નદી આવે છે. જેના પર પુલ બનાવવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે. મુંબઈ અમદાવાદ વચ્ચે ગુજરાતના વલસાડ જિલ્લાના વાપીથી અમદાવાદ સાબરમતી સ્ટેશન વચ્ચે આવતી નદીઓમાં વલસાડ જિલ્લામાં વાપી નજીક દમણગંગા, પારડી નજીક પાર નદી, નવસારી જિલ્લામાં ઔરંગા નદી પર, સુરત જિલ્લામાં તાપી નદી પર, ભરૂચ જિલ્લા...