ઉમરગામના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 3 ગોડાઉન બળીને ખાખ
વલસાડ જિલ્લાના ઉમરગામ પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં આવેલ ભંગારના ગોડાઉનમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. જેને બુઝાવવા ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બોલાવવામાં આવ્યાં હતાં. જેઓએ ચારેક કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
ઉમરગામ નગરપાલિકાના પરપ્રાંતીય રહેણાક વિસ્તારોમાં ગેરકાયદેસર ઉભા થયેલા ભંગારના ગોડાઉન સ્થાનિક લોકો માટે જોખમી બન્યા છે. તેવું વધુ એકવાર પુરવાર થયું છે. પાલિકાના ચિત્રકૂટ વિસ્તારમાં ગત રાત્રે એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગની વિકરાળ જ્વાળાએ નજીકમાં આવેલ અન્ય 2 ગોડાઉનને પણ તેની ચપેટમાં લઈ લેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં અગમ્ય કારણોસર ભભૂકેલી આગને બુઝાવવા માટે ઉમરગામ પાલિકા, ઉમરગામ નોટીફાઇડ, સરિગામ અને વાપી મળી ચાર ફાયર ફાઇટરોને ઘટના સ્થળે બો...