
સેલવાસમાં આવેલ 2 કંપનીઓમાં ભભૂકી આગ, એક મહિનામાં 3 આગની ઘટના અને એક બોઇલર બ્લાસ્ટ
દાદરા નગર હવેલીના સાયલી ખાતે આવેલ શીલા ફૉમ અને સર્વા ફૉમ નામની કંપનીમાં મંગળવારે રાત્રે અચાનક ભભૂકેલી આગ પર ફાયરના જવાનોએ બુધવારે સવારે કાબુ મેળવ્યો છે. દાદરા નગર હવેલીમાં છેલ્લા એક મહિનામાં આ 3જી ઘટના છે. આગની ઘટના સાથે એક કંપનીમાં બોઇલર બ્લાસ્ટ થતા 3 કામદારો દાઝ્યા હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી હોય તંત્ર હરકતમાં આવ્યું છે.
મંગળવારે દાદરા નગર હવેલીમાં આવેલ સિદ્ધિ વિનાયક સ્ટીલ કંપનીનું બોયલર ફાટતા 3 કામદારો દાજી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ મોડી રાત્રે સાયલી સ્થિત શીલા ફૉમ અને સર્વા ફૉમમાં આગની ઘટના બની હતી. તો એ પહેલાં રિદ્ધિસિધ્ધિ સિન્થેટિક નામની કંપનીમાં 20 દિવસમાં બીજી વખત આગની ઘટના બની હતી.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સાયલી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલ શીલા ફૉમ અને સર્વા ફૉમ નામની કંપનીમાં આગની ઘટના બનતા અફરાતફરી મચી હતી. ઘટનાને લઈ સેલવાસ ફાયર વિભાગને જાણ કર...