નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે વાપી અને પારડી તાલુકામાં રૂ. 50 કરોડના રસ્તાના કામોનું ખાતમુહૂર્ત, બલિઠાથી છરવાડાને જોડતો રસ્તો વાપીના બાયપાસ રોડ તરીકે ઉપયોગી થશે
રાજયના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લામાં વિકાસ કાર્યો પૂરજોશમાં ચાલી રહ્યા છે, જેને પગલે 6 ડિસેમ્બરના રોજ સાંજે મંત્રીના હસ્તે પારડી અને વાપી તાલુકામાં એક સાથે ચાર ગામ બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં અંદાજે રૂ. 50 કરોડ 40 લાખના ખર્ચે નવીનીકરણ થનારા 27.58 કિમીના રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ રસ્તા અંદાજે 2,35000ની વસ્તીને સીધા ઉપયોગી બનશે. જેને પગલે ગ્રામજનોમાં ખુશીની લહેર પ્રસરી હતી. રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે કેબિનેટ પ્રધાન કનુભાઈ દેસાઈએ ગ્રામજનોને સંબોધી જણાવ્યું કે, છરવાડાથી NH848 બલિઠાને જોડતો 4.70 કિમીનો રસ્તો રૂ. 11 કરોડ 25 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે.
છીરી પોલીસ ચોકી કેનાલથી 2.90 કિમીનો છરવાડા રોડ 6 કરોડ 25 લાખ અને છીરી પોલીસ ચોકીથી ને.હા.નં. 48 બલિઠાને જોડતો 7.60 કિમીનો રસ્તો 7 કરોડ 50 લાખના ખર્ચે ...