
કરમબેલામા જમીનના માલિકી હક્કને લઈ મારામારી, બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો ઘાયલ, 9 લોકો સામે નોંધાવી ફરિયાદ
કરમબેલા ગામે નેશનલ હાઇવે નંબર 48 ટચ 24 ગુંઠા જમીનને લઈને ઉભો થયેલો વિવાદ આખરે લોહિયાળ સાબિત થયો છે. જેમાં જમીન પર કબજો કરી બેસેલા બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના 5 સભ્યો પર જમીનનો હક્ક દાવો કરનાર પીનલ પટેલે તેમના સાગરીતો સાથે ધસી આવી ઘાતક હથિયારો સાથે હુમલો કરી મારામારી કરતા સંસ્થાના 5 સભ્યો ઘાયલ થયા છે. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેમજ આ ઘટના અંગે 9 લોકો સામે ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
ઘટના અંગે બિશ્ર્નોઈ સમાજના ગુરુ જમ્ભેશ્વર સેવા સંસ્થાનના માજી ડાયરેકટર ગંગારામ બીશ્નોઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે, કરમબેલામાં રહેતા પીનલ ઈશ્વર પટેલે કરમબેલા-વલવાડામાં રહેતા હિતેશ પટેલ, પંકજ પટેલ, હિરેન પટેલ, પ્રકાશ પટેલ, મુકેશ પટેલ, હિતેશ ડી પટેલ, હસમુખ પટેલ, અનિલ પટેલ નામના સાગરીતો સાથે એક સંપ થઈ તલવાર, લોખંડના સળિયા, કુહાડી, દાતરડું, લાકડા ના હાથાવાળો ઘન તથા લા...