
વાપી ચાર રસ્તા નજીક ગેરેજમાં લાગી ભીષણ આગ, 5 જેટલી બાઇક એક કાર સ્વાહા, આગ લાગવાનું કારણ અકબંધ
વાપી ચાર રસ્તા પર પતરાના શેડમાં કાર્યરત એક ગેરેજમાં ગત રાત્રે 11 વાગ્યે ભીષણ આગ લાગી હતી. આગની ઘટનામાં 5 જેટલી બાઇક અને એક વોલ્વો કાર બળી ને રાખ થઈ ગઈ હતી. આગની લબકારા મારતી જ્વાળાઓ જોઈ સ્થાનિક લોકોએ ફાયરને જાણ કરી હતી. ફાયરના 4 જેટલા લાયબંબા સાથે ધસી આવેલ ફાયરના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે કારણ જાણવા મળ્યું નથી.
વાપી ચાર રસ્તા ખાતે મામૂ ચાય અને ટર્નિંગ પોઇન્ટ ફર્નિચરના શૉ રૂમ નજીક એક ગેરેજમાં ગત રાત્રે ભીષણ આગ લાગી હતી. આગ જે ગેરેજમાં લાગી હતી તે પતરાના શેડમાં ગેરેજનો મલિક બાઈકનું રીપેરીંગ કામ કરતો હતો. ગેરેજ માલિક રાત્રે ગેરેજને બંધ કરી જતો રહ્યો હતો. જે બાદ રાત્રે 11 વાગ્યા આસપાસ ગેરેજમાં આગની જ્વાળાઓ જોઈ આસપાસના લોકોએ GIDC નોટિફાઇડ ફાયરને જાણ કરી હતી. ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું...