ઉમરગામ-નારગોલ દરિયા કિનારે ચોમાસામાં થઈ રહ્યું છે વ્યાપક દરિયાઈ ધોવાણ
ચોમાસાની મોટી ભરતીના કારણે ઉમરગામ તાલુકાના નારગોલ, સરોન્ડા, તડગામ જેવા ગામોમાં વ્યાપક પ્રમાણમાં દરિયાઈ ધોવાણ થવા પામ્યું છે જેમાં કેટલાક રહેણાંક વિસ્તાર તેમજ વન વિભાગ હસ્તકની જમીનમાં વાવેલા વૃક્ષોને ભારે નુકસાની થવા પામી છે.
આ અંગે મળતી વિગતો મુજબ છેલ્લા એક અઠવાડિયાથી વલસાડ જિલ્લામાં ભારે વરસાદ વરસતા સમગ્ર ઉમરગામ તાલુકામાં જળબંબાકાર ની સ્થિતિ સર્જાઈ હતી. આજ સમયે દરિયાની ભરતી પણ મોટી હોવાના કારણે દરિયાઈ પટ્ટી પર આવેલ નારગોલ, સરોડા, તડગામ જેવા ગામોમાં કાંઠાનું ધોવાણ વ્યાપક બન્યું છે. નારગોલની ગામની વાત કરીએ તો નારગોલ માછીવાડ વિસ્તારમાં દરિયાઈ ધોવાણના કારણે ખૂબ મોટી નુકસાની સ્થાનિક લોકોને વેઠવી પડી છે.
માછીમારી પ્રવૃત્તિ માટે વપરાતી જમીન દરિયાની અંદર ગરકાવ થઈ ચૂકી છે. નારગોલથી લઈ તડગામ સુધી આવેલ વન વિભાગની જમીન ઉપર દરિયાઈ મોજાએ સામ્રાજ્ય સ્થાપિત કરતા સેકડોની સંખ્યામાં શ...