Friday, January 31News That Matters

Tag: Explanation of the company manager against the allegation that the company is releasing contaminated water in the fields in Deheli village of Umargam

ઉમરગામના ડહેલી ગામે કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકનો ખુલાસો, સ્વહિતમા કંપનીને બદનામ કરવાના પ્રતિઆક્ષેપ

ઉમરગામના ડહેલી ગામે કંપની દ્વારા ખેતરોમાં દૂષિત પાણી છોડાતું હોવાના આક્ષેપ સામે કંપની સંચાલકનો ખુલાસો, સ્વહિતમા કંપનીને બદનામ કરવાના પ્રતિઆક્ષેપ

Gujarat, National
ઉમરગામ તાલુકાના ડહેલી ગામ ખાતે આવેલ ટેકસ્ટાઇલ્સ કંપની દ્વારા કેમિકલયુક્ત પાણી ખેતરોમાં છોડાતું હોવાના અને તેને કારણે જમીન ખરાબ થતી હોવાના આક્ષેપ સ્થાનિક ગામલોકોએ કર્યા છે. તેમજ તે અંગે GPCBમાં ફરિયાદ કરતા GPCB ની ટીમે પાણીના સેમ્પલ લઈ વડી કચેરીએ તપાસ માટે મોકલ્યા છે. જો કે, આ સમગ્ર આક્ષેપ અંગે સતલજ ટેકસ્ટાઇલ્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંચાલકોએ ખુલાસો કરવા સાથે પ્રતિ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, કંપની 22 વર્ષથી ગામલોકોને રોજગારી આપવા સાથે ગામના વિકાસમાં પોતાનો સહયોગ આપી રહી છે. પરંતુ, ગામના જ કેટલાક લોકો પોતાના સ્વહિત સાધવા માટે કંપનીને બદનામ કરી રહ્યા છે. કંપનીના મેનેજર પ્રદીપ શર્મા અને કંપનીમાં કર્મચારીઓના આરોગ્યની કાળજી લેતા મેડિકલ ઓફિસર ડૉ. કે. પી. સિન્હાએ જણાવ્યું હતું કે, 22 વર્ષથી કાર્યરત કંપની પર્યાવરણ બાબતે, કામદારોના કલ્યાણ બાબતે તેમજ ગામના વિકાસ માટે હંમેશા સતર્ક રહી છે. કં...