
મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પરત ફર્યા
ચોમાસાની શરૂઆત થતા જ મોઘું ડીઝલ- પ્રતિકુળ હવામાન વચ્ચે 8 માસની સિઝન પૂૂરી કરી વલસાડ જિલ્લાના માછીમારો બોટ લઇને વતન પહોંચ્યા છે. વલસાડ જિલ્લાની 2000 જેટલી ફિશિંગ બોટ કાંઠાના ગામોની જેટી કિનારે લાંગરવામાં આવી છે. બીજીતરફ અરબી સમુદ્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોપ્રેશરની સિસ્ટમ એક્ટિવ થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસમાં પવન અને વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે.
મોઘું ડીઝલ અને પ્રતિકુળ હવામાનને લઇ ફિશિંગ સિઝન નબળી રહેતા સાગરખેડૂ માછીમારોમાં નિરાશાનો માહોલ જોવા મળ્યો છે. ગત વર્ષે વલસાડ જિલ્લામાં ચોમાસા બાદ મચ્છીમારીની સિઝન શરૂ થઇ ગઇ હતી. માછીમારીનો ધંધો ઓક્ટોબરથી શરૂ થાય છે. ઓખા, જખૌ, વેરાવળ, મુંબઇ ના સુમદ્રમાં જિલ્લાની બોટો ફિશિંગ માટે નીકળે છે. આ વર્ષે 11 જૂનથી ચોમાસાના મંડાણ થતાં વલસાડ જિલ્લાની 2000 બોટ વિવિધ બંદરો પરથી વલસાડ જિલ્લામાં પરત ફરી છે.
જિલ્લાના 40 હજારથી ...