Friday, January 31News That Matters

Tag: Every year Meghraja’s joke is made in the railway tank of Vapi municipality this year someone threw a tarpaulin in the water of the tank as a joke

દર વર્ષે મેઘરાજાની મજાક બનતા વાપી પાલિકાના રેલવે ગરનાળામાં આ વર્ષે કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી મજાક કરતા ગરનાળુ પાણીમાં ગરકાવ…?

દર વર્ષે મેઘરાજાની મજાક બનતા વાપી પાલિકાના રેલવે ગરનાળામાં આ વર્ષે કોઈ અવળચંડાએ તાડપત્રી ખોસી મજાક કરતા ગરનાળુ પાણીમાં ગરકાવ…?

Gujarat, National
વાપી નગરપાલિકાના રેલવે ગરનાળામાં દર વર્ષે મેઘરાજા મબલખ પાણી ઠાલવી પાલિકાની મજાક ઉડાવતા હતાં. જો કે, આ વખતે પાલિકાએ સંપૂર્ણ સાવચેતી રાખી હોવા છતાં કોઈ અવળચંડાએ પાણીના નિકાલ કરવાની જગ્યાએ તાડપત્રી ખોસી દેતા બુધવારે 2 કલાકમાં વરસેલા પોણા ચાર ઇંચમાં રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થયું હતું. વલસાડ જિલ્લાના વાપીમાં મેઘરાજાએ 2 કલાકમાં 85mm વરસાદ વરસાવી સિઝનની અડધી સદી પુરી કરી છે. વાપીમાં આજે સવાર સુધીમાં કુલ સિઝનનો 51.58 ઇંચ વરસાદ નોંધાયો છે. વહેલી સવારે ખાબકેલા ભારે વરસાદમાં રેલવે ગરનાળામાં પાણી ભરાતા વાપી ઇસ્ટ અને વેસ્ટમાં ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપીના ઇસ્ટ વેસ્ટ વિસ્તારને જોડતા મુખ્ય માર્ગ એવા રેલવે ગરનાળામાં ગળા ડૂબ પાણી ભરાયું હતું. રેલવે ગરનાળુ પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. ગરનાળાના પાણીનો નિકાલ કરવા નગરપાલિકાના વિવિધ ડિપાર્ટમેન્ટના 40 જેટલા કર્મચારી...