Friday, January 31News That Matters

Tag: Every monsoon in Vapi people have been plagued by potholes for 40 years Many have met death

વાપીમાં દર ચોમાસે 40 વર્ષથી રસ્તાઓના મસમોટા ખાડાથી લોકો ત્રસ્ત છે. કેટલાય મોતને ભેટ્યા છે. 

વાપીમાં દર ચોમાસે 40 વર્ષથી રસ્તાઓના મસમોટા ખાડાથી લોકો ત્રસ્ત છે. કેટલાય મોતને ભેટ્યા છે. 

Gujarat, National
ચોમાસામાં દર વર્ષે વાપીમાં ચાર રસ્તાથી ચણોદ ગેટ સુધી અને ચણોદ થી ડુંગરા-દેગામ સુધીનો માર્ગ ખાડા માર્ગ બને છે. આ સમસ્યા 40 વર્ષથી છે. જેનાથી વાપીના લોકો ત્રસ્ત છે. આ વર્ષે પણ હજુ તો સિઝનનો 10 ટકા વરસાદ માંડ પડ્યો છે. ત્યારે ફરી આ રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ચુક્યા છે. જે અકસ્માત નોતરી રહ્યા છે. વાપીમાં વાપી ચાર રસ્તાથી ચણોદ ગેટ સુધી અને ચણોદ થી ડુંગરા-દેગામ સુધીનો માર્ગ ફરી એકવાર ખાડા માર્ગ માં રૂપાંતર પામ્યો છે. આ માર્ગને RCC બનાવવાનું વચન છેલ્લા 4 વર્ષથી મંત્રીઓ આપી રહ્યા છે. પરંતુ નીંભર માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્ટેટ હાઇવે ઓથોરિટીના ઇજનેરો ટસના મસ થતા નથી. આ માર્ગ ફરી એકવાર ખાડા માર્ગ બનતા લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાપીના આ ખાડા માર્ગ અંગે સામાજિક કાર્યકર ભીમરાવ કટકે એ આક્રોશ ઠાલવ્યો હતો કે આ માર્ગ છેલ્લા 40 વરસથી દર ચોમાસામાં ખાડા માર્ગ બને છે. જેન...