
વાપીના દરેક મુખ્ય સ્થળને CCTV કેમેરાથી કરાશે સજ્જ, કાયદો વ્યવસ્થા જાળવવા તીસરી આંખ બનશે વધુ સતેજ
વલસાડ જિલ્લાના વાપીમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે 70 જેટલા CCTV લગાડવામાં આવ્યા બાદ વધુ 80 જેટલા CCTV લગાડવામાં આવશે. જે અંગે ગુરુવારે વલસાડ જિલ્લા પોલીસવડાએ VIA ના હોદ્દેદારો, પાલિકા પ્રમુખની હાજરીમાં VIA ખાતે એક પ્રેઝન્ટેશન નિહાળ્યા બાદ વાપી GIDC પોલીસ સ્ટેશન ખાતે તે અંગે ચર્ચા કરી હતી.
પ્રતીકાત્મક તસ્વીર, સોર્સ:- ગૂગલ ઇમેજ
વલસાડ જિલ્લામાં વાપી ઔદ્યોગિક વસાહત સૌથી મોટી વસાહત છે. સાથે જ વાપી સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણની સરહદને અડીને આવેલો પાલિકા તેમજ ઔદ્યોગિક વિસ્તાર છે. ગુજરાત મહારાષ્ટ્રને જોડતો નેશનલ હાઇવે પણ વાપીની માધ્યમથી પસાર થાય છે. ત્યારે આ સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જળવાય રહે, દરેક ગંભીર ઘટના પર તીસરી આંખની નજર રહે, તે માટે તમામ મુખ્ય રસ્તાઓ, ચોક, ભીડવાળા વિસ્તારમાં 70 જેટલા CCTV કેમેરા લગાડવામાં આવ્યાં છે. જો કે પરપ્રાંતીય વસ્તીથી ઉભરાતી વાપી ઔદ...