કોન્ટ્રાકટર વરસાદમાં પણ રોડ પર ડામરના થિંગડા મારતા હોય તો પછી એ ડામર રોડ પર ખાડા જ પડે ને……!
વાપી નોટિફાઇડ વિસ્તારમાં વાપીના જાણીતા સરકારી વર્ક ઓર્ડર લઈ કામ કરતા નેતાને 25 ટકા જેટલા ડાઉન રેટના ટેન્ડરે માર્ગમાં પડેલા ખાડાઓનું પેચવર્ક કરવાનો કોન્ટ્રાકટ આપ્યો છે. આ કોન્ટ્રાક્ટરે ચારેક દિવસથી ડામર રોડનું પેચવર્ક શરૂ કર્યું છે. જેમાં સોમવારે બપોરે વરસાદી છાંટા વચ્ચે પણ ડામર નું પેચવર્ક શરૂ રાખતા લોકોમાં આ કામગીરીને લઈને આશ્ચર્ય ફેલાયું હતું.
આ વર્ષે વાપીમાં ભારે વરસાદમાં તમામ મુખ્ય માર્ગો ધોવાયા હોવાની આલબેલ પોકારતા નેતાઓ, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો એ જ વરસાદમાં કામ કરતા કોન્ટ્રાક્ટરો સામે કડક વલણ અખત્યાર કરવાને બદલે છાવરતા હોય તેવો ઘાટ વાપી નોટિફાઇડ માં સર્જાયો છે. વાપી નોટિફાઇડ વિસ્તારમાં ચોમાસામાં ધોવાઈ ગયેલા અને ખાડાઓમાં તબદીલ થયેલા રોડનું પેચવર્ક શરૂ થયું છે. આ માટે એક ભાજપના નેતાની જાણીતી પેઢીનું 25 ટકા ઓછા ભાવે ટેન્ડર પાસ કર્યું છે. જો કે 25 ટકા જેટલા ઓછા ભાવે ભરેલા ટેન...