ડિસેમ્બર મહિનામાં પણ ગુજરાતની GST ની આવક ઘટી, DDDNH માં GST ની આવક વધી
ભારત સરકારના નાણામંત્રાલયે આપેલા 2022 ડિસેમ્બર GST ના અંકડાઓમાં ફરી એકવાર ફલિત થયું છે કે, પાછલાં 2 મહિનાથી રાજ્યના ઉદ્યોગોમાં આયાત નિકાસ માટેના પ્રોડક્શન પર બ્રેક લાગી રહી છે. જેને કારણે ગુજરાતમાં નવેમ્બર મહિનાની તુલનાએ ડિસેમ્બર મહિનામાં પણ આવક ઘટી છે.
ભારત સરકારના નાણાં મંત્રાલયે આપેલા આંકડા મુજબ 2022 ડિસેમ્બર મહિનામાં દેશની કુલ GST આવક 1,49,507 કરોડ હતી. જેમાં CGST 26,711 કરોડ હતી, SGST 33,357 કરોડ હતી, IGST 78,434 કરોડ હતી (માલની આયાત પર એકત્ર કરાયેલ ₹ 40,263 કરોડ સહિત) અને ₹ 10,433 કરોડ (માલની આયાત પર એકત્રિત ₹ 850 કરોડ સહિત) સેસ હતો.
સરકારે નિયમિત સેટલમેન્ટ તરીકે IGSTમાંથી રૂ. 36,669 કરોડ CGST અને રૂ. 31,094 કરોડ SGSTને પતાવટ કર્યા છે. ડિસેમ્બર 2022માં નિયમિત સેટલમેન્ટ પછી કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક CGST માટે રૂ. 63,380 કરોડ અને SGST માટે રૂ. 64,451 કરોડ ...