મોલાસીસમાંથી બને છે ઇથાઇલ-મિથાઇલ, એક દવા તરીકે અમૃત સમાન તો બીજુ દારૂ તરીકે ઝેર સમાન
લઠ્ઠાકાંડ માં વગોવાયેલું મિથેનોલ (મિથાઇલ) મોટેભાગે સુગર ફેક્ટરીમાંથી નીકળતા મોલાસીસમાંથી બનેલા ઇથેનોલ (ઇથાઇલ) માંથી બને છે. વલસાડ સુગર ફેકટરીમાં સિઝન દરમ્યાન 12 હજારથી થી 20 હજાર ટન મોલાસીસ શેરડીના પીલાણ બાદ બાયપ્રોડક્ટ્સ તરીકે સરકારના નિયમોને આધીન તેમજ એક્સાઇઝ અધિકારીઓની નજર હેઠળ ડેરી ઉદ્યોગોમાં તેમજ અન્ય ફાઉન્ડરી ઉદ્યોગમાં મોકલવામાં આવે છે.
વલસાડ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીમાં મોલાસીસમાંથી ઇથેનોલ મેળવવાનો ડિસ્ટીલરી પ્લાન્ટ નથી. પરન્તુ અન્ય કેટલીક સુગર ફેક્ટરીઓમાં આવો ડિસ્ટીલરી પ્લાન્ટ છે. જેમાંથી ઇથેનોલ આલ્કોહોલ તૈયાર કરવામાં આવે છે. જો કે આ આલ્કોહોલને કેટલીક પ્રોસેસમાંથી પસાર કરો ત્યાર બાદ દારૂ જેવા પીણામાં અને દવામાં ઉપયોગ થાય છે. જ્યારે આ જ ઇથેનોલમાંથી બનતો મિથેનોલ એક પ્રકારનું કેમિકલ છે. તે પીવા યોગ્ય નથી. ઝેર સમાન છે. આ ઝેરમાંથી બનાવેલ દેશી દારૂએ હાલમાં ગુજરાતના બરવા...