વાપીના ચણોદ વિસ્તારમાં નિર્માણાધિન ઇમારતની ઇલેક્ટ્રિક ટ્રોલીના વીજવાયરને અડી જતા નેપાળી વોચમેનની પત્નીનું વીજ કરંટથી મોત
વાપીના ચણોદ વિસ્તારમાં આવેલ સાઈ દ્વારકા રેસિડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઇટ પર નેપાલી વોચમેનની પત્નીને વીજ કરંટ લાગતા મોતને ભેટી હતી. ઘટનાની જાણ નેપાળી સમાજના લોકોને થતા તેઓ મોટી સંખ્યામાં એકઠા થયા હતા. અને કોન્ટ્રાકટર સાથે વાતચીત કરી ડુંગરા પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ નોંધાવી હતી. ઘટનામાં મહત્વની વાત એ છે કે સવારે 7 વાગ્યે બનેલ ઘટના પર કોન્ટ્રાક્ટરે ઢાંક પિછાડો કરવાના મનસૂબા સેવ્યા બાદ તેમાં સફળતા નહિ મળતા આખરે એક વાગ્યા સુધી મૃતદેહને એક જ રૂમમાં રાખી ડુંગરા પોલીસ સ્ટેશનને અકસ્માત મોતની જાણકારી આપી હતી.
વાપીના ચણોદ ખાતે નિર્માણાધિન સાઈ દ્વારકા રેસિડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઇટ પર નેપાલનો હરીશ કિશન નેપાળી તેમની પત્ની સુનિતા સાથે વોચમેન ની અને પાણી છાંટવાનું કામ કરે છે. શુક્રવારે સવારે વોચમેન હરીશ નવી કન્સ્ટ્રકશન સાઈટના ઉપરના માળે પાઇપ દ્વારા પાણી છાંટતો હ...