ઉમરગામના તૂંબ ગામે રોડ નહીં તો વોટ નહીંના બેનરો સાથે સ્થાનિકોનો ચૂંટણી બહિષ્કાર
ઉમરગામ તાલુકામાં છેલ્લા 25 વરસથી ધારાસભ્ય પદે રહેલા અને સતત વિકાસના બણગાં ફૂંકતા રમણલાલ પાટકર સહિત રાજકીય આગેવાનો સામે તાલુકાના તૂંબ ગામના આહીર ફળિયાના લોકોએ આક્રોશ ઠાલવી ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ નોંધાવ્યો છે. રોડ નહીં તો વોટ નહીંના બેનરો લગાવી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવતા રાજકારણીઓમાં ફફડાટ ફેલાયો છે.
તુંબ ગામે જરૂરી વિકાસ કાર્યો પંચાયત દ્વારા કરવામાં ન આવતા હોવાના આક્ષેપો કરી ચૂંટણી બહિષ્કારની ચિંમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે. પાકા રોડની સમસ્યાને લઈ છેલ્લા 19 વર્ષથી સ્થાનિકો વલખાંઇ રહ્યા હોવાના આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ 2003માં તૂંબમાં પંચાયત દ્વારા એકવાર પાકો રોડ બન્યા બાદ આજદિન સુધી રોડનું કામ ન થતાં ગામજનોમાં આક્રોશ ફાટ્યો છે.
છોકરાઓને શાળાએ જવાનું હોય તો રેલવે ટ્રેક ઓળંગીને જીવના જોખમે જવું પડે છે. વિસ્તારમાં કોઈના લગ્ન પ્રસંગ હોય તો પણ ગામની બ...