Friday, October 18News That Matters

Tag: Elaborate preparations are underway for Chhath Puja at Damanganga in Vapi at Chanchal Ghat in Daman and at Riverfront in Selwas

છઠ પૂજા માટે વાપીમાં દમણગંગા ખાતે, દમણમાં ચંચળ ઘાટ ખાતે તેમજ સેલવાસમાં રિવરફ્રન્ટ ખાતે હાથ ધરાઈ તડામાર તૈયારીઓ

છઠ પૂજા માટે વાપીમાં દમણગંગા ખાતે, દમણમાં ચંચળ ઘાટ ખાતે તેમજ સેલવાસમાં રિવરફ્રન્ટ ખાતે હાથ ધરાઈ તડામાર તૈયારીઓ

Gujarat, National
ઉત્તર ભારતીય સમાજમાં છઠ પુજાનું અનોખું મહત્વ છે. જેમાં તેઓ આથમતા અને ઉગતા સૂર્યની પૂજા અર્ચના કરે છે. 30 ઓક્ટોબરે સમગ્ર ભારતમાં રહેતા ઉત્તર ભારતીય સમુદાય છઠ પૂજાની ઉજવણી કરશે. જેઓ ઉગતા અને ડૂબતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરી કઠોર તપ સાથે પરિવારની સુખશાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય માટે છઠીમૈયા પાસે આશીર્વાદ માંગશે.       છઠપૂજા પર્વ અંતર્ગત દમણમાં સનાતન સંરક્ષણ યુવા સમિતિ દ્વારા ડાભેલના આંટિયાવાડ ચાર રસ્તા નજીક આવેલા ચંચળ ઘાટની સફાઈ હાથ ધરવામાં આવી હતી, સમિતિના યુવાનો દ્વારા તળાવમાં ઉતરીને જળમાં રહેલી વનસ્પતિ તેમજ કચરાની સફાઈ તેમજ શ્રદ્ધાળુજનો માટે તળાવના કિનારાને સ્વચ્છ કરી પૂજા માટે ખાસ પ્રકારના સ્તંભ બનાવવાની કામગીરી હાથ ધરી હતી,    વલસાડ જિલ્લામાં વાપી અને સંઘપ્રદેશ દમણ DNH સૌથી મોટા ઔદ્યોગિક વિસ્તાર હોવાથી અહીં રોજગારી અર્થે આવતા ઉત્તર ભારતીય સમુદાયની વસ્તી માતબર સંખ્યામાં છે, જેઓ...