Friday, October 18News That Matters

Tag: EEF distributed writing materials among primary school students of Dungrial forest area on Gujarat-Maharashtra border

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ડુંગરિયાળ જંગલ વિસ્તારની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓમાં EEF દ્વારા લેખન સામ્રગીનું વિતરણ કરાયું

ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે ડુંગરિયાળ જંગલ વિસ્તારની પ્રાથમિક શાળાનાં વિદ્યાર્થીઓમાં EEF દ્વારા લેખન સામ્રગીનું વિતરણ કરાયું

Gujarat, National
મંગળવાર 3જી ઓક્ટોબર 2023 ના ઉમરગામ તાલુકાના વલસાડ જિલ્લાના એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (EEF) દ્વારા તલાસરી તાલુકાના વેવજી સોનાર પાડાની જિલ્લા પરિષદ શાળાના વિદ્યાર્થીઓને લેખન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ શિક્ષકો અને કુક હેલ્પરની ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય બોર્ડર લાગું મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડરનાં તલાસરી તાલુકાનાં ડુંગરિયાળ જંગલ વિસ્તારનાં વેવજી સોનારપાડા ખાતે જીલ્લા પરિષદ સંચાલિત મરાઠી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ઉમરગામ GIDCમાં આવેલી ડોમ્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં સહયોગથી પેન્સિલ, રબર અને શાર્પનર જેવી ઉપયોગી લેખન સામગીઓનું પર્યાવરણ પ્રચાર પ્રસાર કરતી સામાજીક સંસ્થા એન્વાયરમેન્ટ એજ્યુકેશન ફાઉન્ડેશન (ઈઈએફ) દ્રારા વિતરણ કરવામાં આવ્યું હતું. સદર લેખન સામગી કાગળનાં કવરમાં પેક કરી આપવામાં આવી હતી. જે કવર પાલઘર જીલ્...