Earth Day: મને ક્ષમા કરજો, કેમ કે હું તમને મારા પગથી સ્પર્શ કરું છું: મોદીએ પૃથ્વી માતા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતો વીડિયો શેર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક વિડીઓના માધ્યમથી કહ્યું છે કે પૃથ્વી દિવસ એ પૃથ્વી માતા પ્રત્યેની તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવા માટેની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક વીડિયો શેર કર્યો છે. જેમાં તેમણે દેશના ભૂગર્ભ જળથી માંડીને જંગલ, જંગલમાં વસતા પ્રાણીઓ, સૌરઉર્જા, પ્રાકૃતિક ખેતીમાં થયેલી પ્રગતિની વિગતો આપી પૃથ્વી દિવસની અનોખી ઉજવણી, સંરક્ષણ અને સંવર્ધનની વાત કહી છે.
"#EarthDay એ પૃથ્વી માતાની તેમની દયા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવા અને આપણા ગ્રહની સંભાળ રાખવાની આપણી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરવા વિશે છે." તેવું વીડિઓ સાથેના ટ્વીટ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આપણી પૃથ્વી જેને ભારતમાં માતાનું રૂપ માનવામાં આવ્યું છે. તેનું સંરક્ષણ, સંવર્ધન દરેક પેઢીનું દાયિત્વ છે. એ ઉપરાંત વિડીઓના અંતમાં ...