સેલવાસમાં મોબાઇલની દુકાનમાં ચોરી કરનાર બિહારની ચાદર ગેંગને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના મોબાઈલ ફોન અને રોકડ કબ્જે કરી
સેલવાસ બસ સ્ટેશનની સામે આવેલ હોટલની બાજુમા એક મોબાઇલની દુકાનમાં મોબાઈલ ફોનની ચોરી કરી વાપી સેલવાસની બસમાં ભાગી રહેલ બિહારની ચાદર ગેંગના એક ચોરને પકડી ડુંગરા પોલીસે 9.27 લાખના 59 મોબાઈલ, 71,580 રૂપીયા રોકડા સહિત કુલ 10,04,080 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પોલીસને ચોર પાસેથી ચોરી કરાયેલ મોબાઇલ ફોન નેપાળમા વેચાણ કરવાની મોડસ ઓપરન્ડી ધરાવતા હોવાની વિગતો મળી છે.
આ અંગે ડુંગરા પોલીસે બહાર પાડેલ અખબારી યાદી મુજબ પોલીસ અધિક્ષક ડૉ. રાજદીપસિંહ ઝાલા તથા મદદનિશ પોલીસ અધિક્ષક શ્રીપાલ શેષમાના જીલ્લામાં બનતા ગંભીર પ્રકારના ગુનાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુન્હાઓ શોધી કાઢવા ખાસ એકશન પ્લાન તૈયાર કરી પરીણામલક્ષી કામગીરી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારોને સૂચના આપી હતી. જે સુચના અન્વયે 16મી જુલાઈના ડુંગરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ દાદરા ચેકપોસ્ટ ઉપર ફરજ ઉપર હતા. દરમ્યા...