Friday, January 31News That Matters

Tag: Due to closure of railway over bridge like Jivadori of Vapi traffic congestion on diversion roads in an effort to streamline the system

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર, તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં

વાપીની જીવાદોરી સમાન રેલવે ઓવર બ્રિજ બંધ થતાં ડાયવર્ઝન રસ્તાઓ પર ટ્રાફિકની ભરમાર, તંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં

Gujarat, Most Popular, National
વાપીની માધ્યમથી પસાર થતી રેલવે લાઈન પર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટનું કામ ચાલી રહ્યું છે. જેમાં વાપીને ઇસ્ટ વેસ્ટ સાથે જોડતા એકમાત્ર રેલવે ઓવરબ્રિજની ઊંચાઈ બાધારૂપ બની છે, એટલે આ ROB ને તોડી નવા ROBના નિર્માણનું કાર્ય હાથ ધરવાનું છે. જે માટે બ્રિજ ને બંધ કરી વૈકલ્પિક રૂટ તૈયાર કરી ડાયવર્ઝન આપવામાં આવતા શહેરીજનોની હાલાકી વધી છે. ટ્રાફિકની સમસ્યાથી શહેરીજનો તૌબા પોકારી ઉઠ્યા છે. જે અંગે વહીવટીતંત્ર સુચારુ આયોજનના પ્રયાસમાં જોતરાયું છે. વાપીમાં ઇસ્ટ-વેસ્ટને જોડતા હયાત રેલવે ઓવર બ્રિજને તોડી તેના સ્થાને 144 કરોડના ખર્ચે વધુ ઊંચાઈનો ફોરલેન બનાવવાની મંજૂરી મળ્યા બાદ 2 વર્ષે ROB ને બંધ કરી તેને તોડી પાડવાની અને નવા બ્રિજની નિર્માણ કામગીરીની શરૂઆત થઈ છે. ત્યારે, પાલિકાના સત્તાધીશોએ PWD, વહીવટીતંત્ર, પોલીસતંત્ર સાથે રહી સુચારુ આયોજન કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, બ્રિજ ન...