કચ્છના કંડલા પોર્ટ ખાતેથી DRI-ATS ની ટીમે જપ્ત કરેલા 1439 કરોડના હેરોઇન મામલે એકની અમૃતસરથી ધરપકડ
ગુજરાત ATSના અધિકારીઓ સાથે મળીને બાતમી મળ્યા બાદ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ દ્વારા કચ્છના કંડલા પોર્ટ ખાતે એક કન્સાઈનમેન્ટની તપાસ કરવામાં આવી હતી. કંડલા પોર્ટ પર ઉત્તરાખંડની બાલાજી ટ્રેડિંગના આયાતકાર જોબનજીત સિંઘે તેને આયાત કર્યું હતું. આ માલ ઇરાનના બંદર અબ્બાસ ડોકયાર્ડથી કંડલા બંદરે પહોંચ્યો હતો. કન્સાઇનમેન્ટમાં કુલ 394 મેટ્રિક ટન વજન સાથે 17 કન્ટેનર (10,318 બેગ)નો સમાવેશ થાય છે. તે "જીપ્સમ પાવડર" તરીકે આયાત કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 205.6 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે, જેની ગેરકાયદેસર બજાર કિંમત 1439 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આ કન્સાઈનમેન્ટની ઊંડી તપાસ હજુ બંદર પર ચાલી રહી છે. તો તેની સાથે સાથે આ માલ મંગાવનાર જોબનજીત સિંઘને DRI ની ટીમે પંજાબના અમૃતસરના એક ગામથી દબોચી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છના કંડલા બંદર નજીકના ખાનગી કન્ટેનર ફ્રે...