દમણગંગા નદી કિનારે કિંમતી વૃક્ષોનો સફાયો કરી ઈન્ડસ્ટ્રીયલ પાર્ક માટે ડઝનેક JCB-ટ્રક લગાવી જમીન સમથળ કરવાની કામગીરી પુરજોશમાં
જનતાને સ્વચ્છ ભારત, આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન બતાવી પાછલાં બારણે સરકારના અધિકારીઓ ઉદ્યોગપતિઓ સાથે મળી કેવા ખેલ કરે છે. તેનું તાજું ઉદાહરણ વાપીમાં બન્યું છે. આગામી દિવસોમાં વાપી GIDCમાં પ્રદુષણને ઘટાડવાને બદલે વધારવાની હિલચાલ શરૂ થઈ છે. એ માટે કિંમતી સાગ ધરાવતી કરોડોની જમીન પરના વૃક્ષોનો સફાયો કર્યા બાદ હવે સમગ્ર જમીનનું લેવલિંગ કરવા ડઝનેક JCB, ટ્રક લગાવી પુરજોશમાં કામગીરી હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે આ જગ્યા વાપીની દમણગંગા નદી કિનારે છે. અને અહીં 216 એકરમાં 5000 કરોડનું MOU કરી એક બ્રિફકેશ કંપની ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બનાવી રહી છે.
ઔદ્યોગિક નગરી ગણાતા વાપી GIDC માં હાલ ઉદ્યોગોને ફાળવી શકાય તેવી જમીન બચી નથી. ત્યારે વર્ષો પહેલા GIDC એ જમીન ફાળવ્યા બાદ એ જમીન પર ઝાડ રોપી જંગલ ઉભું કર્યું અને હવે એ જ જંગલનો સફાયો કરી કરોડોની જમીન નજીવી કિંમતે મેળવી એક જ ઉદ્યોગપતિએ કરોડોનો સીધો જ ફાય...