ખોટી વાત ના કરો કાયદેસરની વાત કરો! પોલીસની બલિઠા ટ્રાફિક ને લઈને મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી
વાપી નજીક આવેલ મોરાઈ ફાટક રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેકટની કામગીરીમાં 6 મહિના સુધી બંધ કરી વાહનવ્યવહાર બલિઠા ફાટક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જેનું સ્થળ નિરીક્ષણ કરવા રેલવે, જિલ્લા વહીવટી તંત્રની ટીમ પહોંચી હતી. ત્યારે, ઉપસ્થિત ઉદ્યોગકારોએ ટ્રાફિકની સમસ્યાઓને લઈને ટાઉન PI બી. જે. સરવૈયા સામે ચક્કાજામ કરવાની ચીમકી ઉચ્ચારતા PI સરવૈયાએ મોરાઈના ઉદ્યોગકારોની શાન ઠેકાણે લાવતી ચેતવણી આપી હતી.
મોરાઈ ફાટક બંધ થવાથી દમણ તરફનો વાહનવ્યવહાર હાલ બલિઠા ફાટક તરફથી હાઇવે પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ માર્ગ સાંકડો હોય ટ્રાફિક જામની અને ઇમર્જન્સી આવગામનની સમસ્યા ઉભી થઇ છે. ત્યારે, બુધવારે બલિઠા રેલવે ફાટક પર બ્રિજની કામગીરી અને ટ્રાફિક સમસ્યાને ધ્યાને લઇ વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જ્યાં ઉપસ્થિત મોરાઈ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનોએ અધિકારીઓ પર રોષ ઠાલવ્યો હતો. તેમજ ...