દમણમાં ફ્લોપ શૉ સાબિત થયેલા મોન્સૂન ફેસ્ટિવલ વચ્ચે સાદગીથી કરાઈ નાળિયેરી પૂનમ નિમિત્તે દરિયાદેવની પૂજા…! અધિકારીઓની અવળચંડાઈ નડી…?
રક્ષાબંધન પર્વ નિમિત્તે દમણમાં છેલ્લા 54 વર્ષથી ભવ્ય નાળિયેરી પૂર્ણિમા ઉત્સવનું આયોજન થતું હતું. જો કે, આયોજક સંસ્થા એવી લાયન્સ કલબ દ્વારા આ વર્ષે આ મહત્વના ઉત્સવમાં માત્ર સમુદ્રમાં નાળિયેર પધરાવી બાકીના તમામ કાર્યક્રમો પર પૂર્ણ વિરામ મૂકી દીધું હતું.દમણમાં લાયન્સ કલબ દ્વારા છેલ્લા 54 વર્ષથી ભવ્ય નાળિયેરી પૂર્ણિમા મહોત્સવનું આયોજન કરવામાં આવતું હતું. પરંતુ આ વખતે આ સમગ્ર કાર્યક્રમ નીરસ રહ્યો હતો. જે અંગે લાયન્સ કલબના પ્રેસિડેન્ટ્સ જ્યોતિ રવિન્દ્ર એ જણાવ્યું હતું કે, ગત વર્ષ સુધી દમણના દરિયા કિનારે જેટી પર ખૂબ જ ઉત્સાહભેર નાળિયેરી પૂર્ણિમાનો ભવ્ય કાર્યક્રમ યોજાતો હતો. જેમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવતું હતું. બોટ સ્પર્ધા, તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવતું હતું. જેમાં કોસ્ટગાર્ડ પણ હેલિકોપ્ટરથી ફુલવર્ષા સહિત અવનવા દાવ કરવામાં આવતા હતાં. જો કે આ વર્ષે એવા કોઈ કાર્યક્રમ કરવામાં આવ્ય...