DNHDD માં 108 સેવાના 10 વર્ષમાં 3,36,615 કેસ હેન્ડલ કર્યા, 1200 મહિલાઓની એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી, 16000 લોકોના જીવ બચાવ્યા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવ પ્રશાસન દ્વારા શરૂ કરાયેલ GVK-EMRI સેવાના 10મી એપ્રિલ 2022ના રોજ 10 વર્ષ પૂર્ણ થયા છે. 10 એપ્રિલ 2012ના દિવસે સેલવાસ ખાતે દાદરા નગર હવેલીના પ્રશાસક નરેન્દ્રકુમારના હસ્તે 13 એમ્બ્યુલન્સથી આ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાંથી આઠ એમ્બ્યુલન્સ MP દ્વારા દાદરા નગર હવેલી સાંસદ નિધિ ફંડ માંથી ફાળવવામાં આવેલી હતી તેમજ પાંચ એમ્બ્યુલન્સ દમણ અને દીવ સાંસદ નિધિ ફંડ માંથી ફાળવવામાં આવી હતી.
આ સેવાના 10 વર્ષ બાદ આજે દાદરા નગર હવેલી અને દમણ અને દિવમાં 22 રોડ એમ્બ્યુલન્સ અને એક બોટ, એક ફેરી એમ કુલ 24 એમ્બ્યુલન્સ કાર્યરત છે. આ સેવાના 10 વર્ષે એટલે કે 10 એપ્રિલ 2012 થી 31 માર્ચ 2022 સુધીમાં 3,36,615 ઈમરજન્સી સેવા પૂરી પાડવામાં આવી છે. જેમાંથી 3,19,194 મેડિકલ ઈમરજન્સી, 16,870 પોલીસ ઇમર્જન્સી અને 551 ફાયર ઈમરજન્સી કેસ GVK-EMRI દ્વારા હેન્ડલ ...