
મધુબન ડેમમાં કરાતું માછલીઓનું ઉત્પાદન સ્થાનિક આદિવાસીઓ માટે અભિશાપ સમાન, પર્યાવરણ-રોજગારીને પારાવાર નુકસાન
દાદરા નગર હવેલીમાં વલસાડ જિલ્લાનો સૌથી મોટો ડેમ મધુબન ડેમ આવેલ છે. આ ડેમમાં ગુજરાતના મત્સ્ય ઉદ્યોગ અને નેશનલ ફિશરીઝ ડેવલોપમેન્ટ બોર્ડના (NFDB) સહયોગથી Blue Revolution scheme હેઠળ પંગાસીયસ (Pangasius) અને તિલાપીયા (Tilapia) પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરી Live ફિશ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. મેસર્સ અનિતા અજમેર સિંગ નામની કંપની દ્વારા ઉત્પાદન કરાતી આ માછલીઓને કારણે સ્થાનિક આદિવાસી લોકોની રોજગારી છીનવાઈ છે. તો, પર્યાવરણને પારાવાર નુકસાન થતું હોવાની રાવ આદિવાસી સમાજમાં ઉઠી છે.
કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં આવેલ વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં કંપનીએ 2500 જેટલા પાંજરા ગોઠવી મચ્છી પાલન માટે 3 જેટલા તરતા પ્લેટફોર્મ બનાવ્યા છે. જેમાં પંગાસીયસ (Pangasius) અને તિલાપીયા (Tilapia) પ્રકારની માછલીઓનું ઉત્પાદન કરી વાપી, સુરત, જંબુસર સુધીના વિસ્તારમાં સપ્લાય કરે છે. જેને કારણે ડેમની મૂળ ...