DNH શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ધરમપુર તાલુકાના સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવ્યો
ધરામપુરમાં આકાર લેનારા સૂચિત પાર-તાપી-નર્મદા રિવરલીન્ક પ્રોજેકટ થી હજારો આદિવાસી પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે તેવી રજુઆત સાથે આ મુદ્દો દાદરા નગર હવેલીના શિવસેના સાંસદ કલાબેન ડેલકરે ઉઠાવ્યો છે. ગુજરાત સરકારના ધરમપુર તાલુકામાં સૂચિત રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો લોકસભામાં ઉઠાવી આદિવાસી સમાજના હજારો પરિવારોને બચાવી લેવા માટે સાંસદ ડેલકરે સરકારને ભલામણ કરી છે.
સાંસદ કલાબેન ડેલકરે આ સૂચિત પરિયોજના પર ભારત સરકારનું ધ્યાન દોરતાં જણાવ્યું હતું કે, જ્યાં ડેમનું નિર્માણ કરવાની વાતો ચાલી રહી તે મારી જન્મભૂમિ છે. અહીંના આદિવાસી સમાજના અગ્રણીઓએ મને આ બાબતની જાણકારી આપી હતી કે અહીં આ પરિયોજના સાકાર થશે તો લોકોને ભારે નુકસાન થશે. 75 જેટલાં ગામો અને અને તેમાં વસતા 35 હજાર જેટલાં પરિવારોના જીવન પર અનેક પ્રકારની માઠી અસર થશે. લોકો બેરોજગાર થશે, બાળકોના શિક્ષણ પર અસર થશે. જળ -જંગલ-...